Surat: લગ્ન પ્રસંગમાં હવે માત્ર 4 તોલા સોનું જ આપી શકાશે, ભરવાડ સમાજની બેઠકમાં લેવાશે નિર્ણય
વર્તમાન સમયમાં સોનાના આસમાને પહોંચેલા ભાવ અને સામાજિક દેખાદેખીના ભાર નીચે દબાતા મધ્યમ વર્ગ માટે ભ
વર્તમાન સમયમાં સોનાના આસમાને પહોંચેલા ભાવ અને સામાજિક દેખાદેખીના ભાર નીચે દબાતા મધ્યમ વર્ગ માટે ભરવાડ સમાજે એક પહેલ કરી છે. સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલિ આપવા અને આર્થિક ભારણ ઘટાડવા માટે હવે તાલુકા અને જિલ્લા મથકો પર મહત્ત્વની બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ માટે ઠાકર મંદિરના મહંતનોની આગેવાનીમાં નિર્ણય લેવામાં આવશે.
ટૂંક સમયમાં જ તમામ સ્તરે બેઠકો યોજીને સમાજનું નવું બંધારણ તૈયાર કરવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન પ્રસંગોમાં થતો બિનજરૂરી ખર્ચ અટકાવવાનો અને ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક પાયમાલીથી બચાવવાનો છે. હાલમાં ભરવાડ સમાજમાં વહુને 10 થી 35 તોલા સોનું ચડાવવાની પ્રથા છે. હવે આ પ્રથામાં મોટો ફેરફાર કરી જાહેરમાં માત્ર 4 તોલા સોનું જ આપવાનો નિર્ણય લેવામાં આવશે. તો પ્રસંગોમાં જાહેરમાં ભરાતા મામેરાની પ્રથા બંધ કરવામાં આવશે.તેના બદલે જરૂરિયાત મુજબ કવરમાં આર્થિક મદદ કરવાની પદ્ધતિ અમલમાં મુકાશે.સાથે જ દીકરીના પૈસા લેવા નહીં અને દીકરીઓને પણ દીકરાઓની સમાન પૂરતુ શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવશે.


