VIDEO: સુરેન્દ્રનગર જીલ્લાના 4 ગામોમાં કોબિંગ અને ફ્લેગમાર્ચ, મેગા ડ્રાઈવમાં 300 પોલીસકર્મીઓ
સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાઓની ઘટનામાં વધારો થયો હતો. ત્યારે જિલ્લામાં કથળતા

સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાઓની ઘટનામાં વધારો થયો હતો. ત્યારે જિલ્લામાં કથળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે પોલીસે 4 ગામોમાં કોબિંગ અને ફ્લેગમાર્ચ કર્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લાના કામલપુર, ગેડિયા, ઇંગરોડી, ખેરવા ગામમાં કોમ્બિંગ કરવામા આવ્યું હતું.
કોમ્બિંગમાં પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો
આ કોમ્બિંગમાં પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ડ્રાઈવમાં 300 પોલીસ કર્મચારીઓ 20થી વધુ વાહનો સામેલ હતા. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 32 હિસ્ટ્રીશીટરના ઘરોની તપાસ હાથ ધરવામાં આવી હતી.2 આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી.
32 હિસ્ટ્રીશીટરના ઘરોની તપાસ હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા ફાયરિંગ, હત્યા, મારામારીના બનાવોને લઈ રેન્જ આઈજીની સૂચનાથી આ કામગીરી કરવામાં આવી હતી.






