VIDEO: વિરમગામ તાલુકાનું નાની કિશોલ ગામ જળમગ્ન, 10 દિવસ પછી પણ નથી ઓસર્યા પાણી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે હજુ પણ સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. તો બીજી તરફ ભારે વરસાદના કાર
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે હજુ પણ સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે વિરમગામ તાલુકાના નાનીકિશોલ ગામ જળમગ્ન થયં હતું.
રસ્તો પણ બંધ થયો છે
સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે નાનિકિશોલથી ઉપરદલને જોડતા માર્ગ પર નાળું નાનું છે અને પાણી વધુ આવવાને કારણે રસ્તા પર, ખેતરોમાં તમામ સ્થળ પર પાણી ભરાઈ જાય છે, અને તેના કારણે રસ્તો પણ બંધ થઈ જાય છે.
ગ્રામજનોને 20 કિલોમીટર ફરીને જવાની પડે છે ફરજ
ઘણા દિવસોથી પાણી ભરાવવાના કારણે રસ્તો પણ બંધ છે, અને ગ્રામજનોને 20 કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે. તો બીજી તરફ આ પાણી ભરાવવાના કારણે ડાંગરનો પાક પણ નિષ્ફળ ગયો છે. વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી ઓસર્યા છે.કેટલાક કાચા મકાનો પણ પડી ગયાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે.






