VIDEO / રાજકોટ અગ્નિકાંડમાં તપાસ કરતી SITના અધિકારીઓએ બનાવની રાત્રે જ 3 કરોડનો તોડ કર્યાના આક્ષેપ
Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડ મામલે રાજકોટ શહેર કોંગ્રેસે આવતીકાલે 25 જૂને રાજકો

Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડ મામલે રાજકોટ શહેર કોંગ્રેસે આવતીકાલે 25 જૂને રાજકોટ બંધનું એલાન જાહેર કર્યું છે અને બધા વેપારીઓને બંધ પાળીને રોષ વ્યક્ત કરવાની આપીલ કરી છે. આજે આ અંગે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ કરી હતી.
આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ લાલજીભાઈ દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજકોટ અગ્નિકાંડમાં તપાસ કરતી SITના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે હું અલગ અલગ પુરાવાઓ અંગે કામ કરી રહ્યો છું. નામદાર ગુજરાત હાઇકોર્ટનાં આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી બદલ જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટમાં પોતાના બ્યુરોકેટ તરીકેના કાર્યકાળ દરમ્યાન ૧૫૦ ફૂટ રીંગરોડની રિયલ એસ્ટેટની એક મેટરમાં રૂ.55 લાખ પણ લીધા છે .
તેવા ગંભીર આક્ષેપ સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે સતત મીડિયામાં ચાલી રહ્યું છે. જુગારની એક મેટરમાં રૂ.3 કરોડનો તોડ કરનાર અધિકારીઓને તપાસ સોંપાઈ છે, આ તોડ કરનાર અધિકારીઓએ ક્યાંથી આંગડીયું કર્યું, અને રેડ પાડનારી ટીમમાં કોણ કોણ સામેલ હતા તે તમામના નામ અમારી પાસે પહોંચી ગયા છે આવનાર દિવસોમાં અમે તેમનો પણ ખુલાસો કરીશું.
જીગ્નેશ મેવાણીના આ નિવેદનથી સમગ્ર રાજકોટ શહેર પોલીસ ખાતામાં હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અગ્નિકાંડ સર્જાયો તે જ દિવસે રાજકોટ શહેર પોલીસની એક ટીમે રૂ.3 કરોડનો તોડ કર્યો હોવાનો અહેવાલ સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ થયો હતો.








