મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ભુજમાં સસ્તા દરે સોનું અપાવવાના બહાને જવેલર્સ સાથે લાખોની ઠગાઈ, બે શખ્સો સામે ગુનો દાખલ

કચ્છના ભુજમાં સસ્તા દરે સોનું અપાવવાના બહાને રાજસ્થાનના એક જવેલર્સ સાથ

કચ્છના ભુજમાં સસ્તા દરે સોનું અપાવવાના બહાને રાજસ્થાનના એક જવેલર્સ સાથે ₹61 લાખની મોટી ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના આશરે દોઢ વર્ષ પહેલા બની હતી, જે અંગે હવે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, ભુજના બે શખ્સોએ જવેલર્સને વિશ્વાસમાં લઈ લાખોની રકમ પડાવી લીધી હતી, પરંતુ સોનું આપ્યું નહોતું. લાંબા સમયની રાહ જોયા બાદ છેતરાયાનો અહેસાસ થતા જવેલર્સે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો