મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO : પંચમહાલ બેંકમાં ફરી જેઠાભાઈ ભરવાડનું શાસન, સતત ચોથીવાર ચેરમેન તરીકે બિનહરીફ વરણી

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન તરીકે પ્

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન તરીકે પ્રવિણસિંહ બારીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સતત ચોથી ટર્મ માટે ચેરમેન બન્યા છે. ભાજપ દ્વારા મેન્ડેડ મળતા અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતા ગોધરા પ્રાંત અધિકારીએ આ વરણી જાહેર કરી હતી. પદભાર સંભાળતા જેઠાભાઈએ જણાવ્યું કે બેંકની 'સરળ ધિરાણ યોજના' હેઠળ 1 લાખથી વધુ ખાતેદારોએ વગર વ્યાજની લોનનો લાભ લીધો છે. હવે આ યોજનામાં ધિરાણની મર્યાદા રુ.20,000 થી વધારીને રુ.1,00,000 કરવામાં આવી છે. વધુમાં, બેંક હવે સમગ્ર ગુજરાતમાં પોતાનો બિઝનેસ વિસ્તારી શકશે તેવી મંજૂરી પણ મળી છે.

આ સમાચાર શેર કરો