મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ પાસે જનાક્રોશ વાલી મંડળે માન્યતાના પુરાવા જાહેર કરવાની માંગ કરી

અમદાવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ અને 'જનાક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ' વચ્ચે

અમદાવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ અને 'જનાક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ' વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આજે અંદાજિત 30થી વધુ વાલી મંડળના સભ્યો સ્કૂલ પરિસરમાં પહોંચ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ પાસે તેમની માન્યતાના આધારભૂત પુરાવા જાહેર કરવાની માંગ કરી હતી.

વાલી મંડળ દ્વારા શાળા પાસે મુખ્યત્વે એફીલેશન સર્ટિફિકેટ, ભાડાપટ્ટા કરાર, બી.યુ.પરમિશન, અને મનપા દ્વારા આપવામાં આવેલી શો કોઝ નોટિસ સહિતની તમામ માહિતી સરકાર અને વાલીઓને આપવાની માંગ કરવામાં આવી છે. વાલીઓનો આરોપ છે કે છેલ્લા ત્રણ મહિનાથી અનેક વખત આધારભૂત પુરાવા માંગવામાં આવ્યા હોવા છતાં શાળા દ્વારા તે રજૂ કરવામાં આવ્યા નથી. વળી, ભાડાપટ્ટે આપેલી જમીનની શરતોનું પણ ઉલ્લંઘન કરાયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ વિવાદમાં માત્ર વાલીઓ જ નહીં, પરંતુ સરકારી તંત્ર પણ સક્રિય છે. બે દિવસ પૂર્વે જ AMC એસ્ટેટ વિભાગે પણ શાળાને BU અને લીઝ અંગે શો કોઝ નોટિસ આપી હતી. આ ઉપરાંત, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પણ શાળા પાસેથી 12 જેટલા મહત્ત્વના દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી. જોકે, વાલી મંડળના જણાવ્યા મુજબ, શાળા પ્રશાસન આ દસ્તાવેજો AMC કે DEO સમક્ષ પણ સંતોષકારક રીતે રજૂ કરી શકી નથી. વાલી મંડળે આક્ષેપ કર્યો છે કે શાળા ઈમોશનલ કાર્ડ રમી રહી છે. અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે,  જો શાળા સંતોષકારક જવાબ ન આપે તો સરકારે તેને પોતાના હસ્તક લઈ લેવી જોઈએ. 

આ સમાચાર શેર કરો