મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના થાનમાં 7 વર્ષ થયા હજુ ઓવરબ્રિજ પૂર્ણ જ નથી થયો, શું અધિકારીઓ ભૂલી ગયા છે?

રાજ્યના આ જિલ્લામાં વિકાસનું કામ શરૂ થયું પણ પૂર્ણ જ નથી થઈ રહ્યુ. સુરેન

રાજ્યના આ જિલ્લામાં વિકાસનું કામ શરૂ થયું પણ પૂર્ણ જ નથી થઈ રહ્યુ. સુરેન્દ્રનગરના થાનમાં સાત વર્ષ બાદ પણ ઓવરબ્રિજનું કામ અધૂરૂ રહેવાને કારણે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.  42 કરોડના ખર્ચે 2018માં ઓવરબ્રિજ નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

ડેડલાઈન 18 મહિનાની હતી હવે 7 વર્ષ થઈ ગયા

નાણાની ઘટ પડતા 8 કરોડ રૂપિયા વધારાના ફાળવવામાં આવ્યા તે છતાં પણ બ્રિજનું કામ ન પૂરું થયું. કામની ડેડલાઈન 18 મહિનાની હતી. જોકે સાત વર્ષ બાદ પણ ઓવરબ્રિજનું કામ અધૂરૂ રહી જતા કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

8 કરોડ વધુ ફાળવાયા પણ કામ જ નથી પૂર્ણ થયું

બ્રિજનું નું કામ અધૂરું હોવાના કારણે થાનના સીરામીક ઉધોગકારો હાલાકી વેઠવી પડી છે.  જે કામ કોન્ટ્રાક્ટર દ્વારા પુલન નિર્માણનું કરવામાં આવ્યું તેમાં પણ હવે તાળા જોવા મળી રહ્યા છે

આ સમાચાર શેર કરો