VIDEO: અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાયા
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સોમવારે (24 જૂન) મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલા

ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સોમવારે (24 જૂન) મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી તેમજ બફારથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. જો કે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત મળી છે.
અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગોતા, રાણીપ, વૈષ્ણદેવી, એસજી હાઈવે વેગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
વરસાદને કારણે સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાય ગયા હતા. વરસાદને કારણે સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.






