VIDEO: મોડાસામાં બિલ્ડર, ડોક્ટર અને વેપારીઓની ઓફિસો, ઘરો પર ITના દરોડા
ગુજરાતના અરવલ્લીમાંથી અરવલ્લીના મોડાસામાં ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ
ગુજરાતના અરવલ્લીમાંથી અરવલ્લીના મોડાસામાં ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે.શહેરના 45થી વધુ અગ્રણી બિલ્ડર, ડોક્ટર અને વેપારીઓના સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા.70થી વધુ વાહનોમાં આવેલી ઈન્કમટેક્સ વિભાગની ટીમે વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીના કારણે શહેરના વેપારી વર્ગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કરચોરી અને નાણાકીય ગેરરીતિઓની તપાસ માટે આ દરોડા હાથ ધરાયા હોવાનું સૂત્રો જણાવે છે. આ મામલે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.




