મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'મોદી-અદાણી એક હે', સંસદ ભવન બહાર INDIA ગઠબંધનના નેતાઓનું પ્રદર્શન

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી સહિત INDIA ગઠબંધનના નેતાઓએ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી સહિત INDIA ગઠબંધનના નેતાઓએ સંસદ ભવનની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન અદાણીના મુદ્દાને લઇને INDIA ગઠબંધનના નેતાઓે મોદી સરકારને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો હતો. વિપક્ષના નેતાઓ 'મોદી-અદાણી એક હૈં'ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે પણ વધુ કામકાજ થઇ શક્યું થી. વિપક્ષ બન્ને સદન (રાજ્યસભા અને લોકસભા)માં અદાણી ગ્રુપ વિરૂદ્ધ લાગેલા આરોપોના મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરવાની માંગ કરી છે. કોંગ્રેસ સહિત વિપક્ષના બીજા સભ્ય અદાણી મુદ્દાની તપાસ માટે JPCની રચનાની માંગ કરી રહ્યાં છે. આ સિવાય મણિપુરમાં થયેલી હિંસા, દિલ્હીમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુપીના સંભલમાં થયેલી હિંસાના મુદ્દા પર સદનમાં હંગામો થયો છે. ઉત્તર ભારતમાં પ્રદૂષણને પણ સદનમાં ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 'બચવું હોય તો ભગવો ઉતારી ફેકો', ISCKONએ બાંગ્લાદેશના હિન્દુઓને આપી સલાહ

આ સત્ર માટે સત્તા પક્ષ 16 બિલ રજૂ કરવાનું છે. જોકે, હજુ સુધી આ બિલ પર ચર્ચા થઇ નથી. આશા છે કે આ અઠવાડિયે કેટલાક બિલને રજૂ કરીને પાસ કરવામાં આવી શકે છે. આ સિવાય બંધારણની 75મી વર્ષગાંઠ પર બે દિવસની વિશેષ ચર્ચા પણ કરવામાં આવી શકે છે. 

આ સમાચાર શેર કરો