મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'બચવું હોય તો ભગવો ઉતારી ફેંકો', ISCKONએ બાંગ્લાદેશના હિન્દુઓને આપી સલાહ

બાંગ્લાદેશમાં હિંદુઓ અને ઈસ્કોનના પૂજારીઓ સામે વધી રહેલી હિંસાને જોતા ઈસ

'બચવું હોય તો ભગવો ઉતારી ફેંકો', ISCKONએ બાંગ્લાદેશના હિન્દુઓને આપી સલાહ

બાંગ્લાદેશમાં હિંદુઓ અને ઈસ્કોનના પૂજારીઓ સામે વધી રહેલી હિંસાને જોતા ઈસ્કોન કોલકાતાએ હિન્દુઓ અને પૂજારીઓને તેમની ઓળખ છુપાવવાની સલાહ આપી છે. ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે લોકોને સલાહ આપી છે કે હિન્દુઓએ ઘરમાં અને મંદિરોમાં જ પૂજા કરવી જોઈએ અને જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે તેમની ઓળખ છુપાવવી જોઈએ. 

ISCKON કોલકાતાના ઉપાધ્યક્ષે આપી સલાહ

ISCKON કોલકાતાના ઉપાધ્યક્ષે કહ્યું કે, બહાર ભગવો ના પહેરો, તુલસીની માળા સંતાડી નાખો, માથું ઢાંકો અને તિલક પૂછી નાખો, જેનાથી કટ્ટરપંથીઓના હુમલાથી બચી શકાશે. મહત્ત્વપૂર્ણ છે કે બાંગ્લાદેશમાં ચિન્મય દાસ પ્રભુ સહિત કેટલાક પુજારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય સતત હિન્દુઓ પર હુમલા થઇ રહ્યાં છે. રાધારમણ દાસે એવો પણ દાવો કર્યો છે કે ચિન્મય દાસના વકિલ રમણ રોયને એટલા મારવામાં આવ્યા કે તે ICUમાં છે. રાધારમણ દાસે કહ્યું, હું તમામ પૂજારીઓને સલાહ આપું છું કે આ સંકટનો સમય છે. સંઘર્ષ ટાળવા માટે તેમને સાવચેત રહેવાની જરૂર છે. મેં તેમને માથું ઢાંકવાની અને ભગવા પહેરવાનું ટાળવાની સલાહ આપી છે. જો ભગવા પહેરવું જરૂરી હોય તો તેને એવી રીતે પહેરો કે તે છુપાયેલું રહે. 

બાંગ્લાદેશમાં પુજારીઓ સાથે દુર્વ્યવહાર

બાંગ્લાદેશમાં કેટલાક પુજારીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ સિવાય ભગવા વસ્ત્ર પહેરનારા 63 ઇસ્કોનના પુજારીઓને બાંગ્લાદેશના તંત્રએ ભારતમાં ઘુસણખોરી કરતા રોકી દીધા છે. એવામાં સુરક્ષિત રહેવું જરૂરી છે. મહત્ત્વપૂર્ણ છે કે ચિન્મયદાસ પર રાજદ્રોહનો આરોપ લગાવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ તેમને દવા આપવા પહોંચેલા બે અન્ય પુજારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: દુનિયાના સૌથી ગુસ્સાવાળા દેશોમાં ટોપ 5 પર છે આ મુસ્લિમ દેશો, જાણો ભારતનો ક્યો નંબર?

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સોમવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના કથિત હુમલાઓ સામે વિરોધ દર્શાવ્યો હતો અને અત્યાચાર રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી હતી. જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકોએ બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. VHPએ કહ્યું કે જો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ નહીં થાય તો દેશ બે ભાગમાં વહેંચાઈ શકે છે. VHPના દિલ્હી યુનિટના વડા કપિલ ખન્નાએ કહ્યું કે બાંગ્લાદેશમાં સ્થિતિ ચિંતાજનક છે.

આ સમાચાર શેર કરો