મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

દુનિયાના સૌથી ગુસ્સાવાળા દેશોમાં ટોપ 5 પર છે આ મુસ્લિમ દેશો, જાણો ભારતનો ક્યો નંબર?

વિશ્વના વિવિધ દેશોમાં રહેતા નાગરિકોને લગતા અનેક પ્રકારની યાદીઓ આવતી રહે છે, જેમ

દુનિયાના સૌથી ગુસ્સાવાળા દેશોમાં ટોપ 5 પર છે આ મુસ્લિમ દેશો, જાણો ભારતનો ક્યો નંબર?

વિશ્વના વિવિધ દેશોમાં રહેતા નાગરિકોને લગતા અનેક પ્રકારની યાદીઓ આવતી રહે છે, જેમ કે હેપ્પીનેસ ઈન્ડેક્સ યાદી, અમીર દેશ હોય કે પછી ગરીબ દેશની યાદી એવું બહું આવે છે. હાલમાં એક નવી યાદી બહાર આવી છે, જે ગુસ્સા પર આધારિત છે. આ યાદી ગેલપ દ્વારા તૈયાર કરવામાં આવી છે. 2024 ગ્લોબલ ઈમોશન્સ રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી ક્રોધિત દેશોની યાદીમાં લેબનોન પ્રથમ નંબરે છે. આ દેશની 49 ટકા વસ્તી ગુસ્સો અનુભવી રહી છે. આ આંકડો દેશમાં ચાલી રહેલી રાજકીય, આર્થિક અને સામાજિક કટોકટીની ગંભીરતા દર્શાવે છે.

આ પણ વાંચોઃ દુઆ લિપાના કોન્સર્ટમાં શાહરૂખ ખાનને મળ્યો ક્રેડિટ, તો ગુસ્સે થયો આ સિંગરનો પુત્ર

હાલમાં લેબનોન ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલ છે, જેના કારણે ત્યાંના લોકો ખૂબ જ નિરાશ છે. આ સમયગાળા દરમિયાન, ઇઝરાયેલના હુમલામાં લગભગ 3000 લોકોના મોત થયા છે, જેના કારણે દેશમાં વિનાશક આર્થિક પરિસ્થિતિને કારણે લોકોમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે. કોમી વિભાજન અને સંઘર્ષોએ સમાજને વધુ અસ્થિર બનાવ્યો છે.

ગુસ્સાયેલ દેશોની યાદીમાં ભારતનું સ્થાન

લેબનોન સિવાય 48 ટકા સાથે તુર્કી બીજા સ્થાને છે. જે ગત વર્ષે આવેલા ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી અને આર્થિક સંકટના કારણે આજ સુધી તેમાંથી બહાર આવી શક્યો નથી. ત્રીજા નંબરે આર્મેનિયા છે. જે તાજેતરના સમયમાં નાગોર્નો-કારાબાખ સંઘર્ષ અને પ્રાદેશિક અસ્થિરતાથી પરેશાન છે. આ સિવાય ઈરાક, અફઘાનિસ્તાન, જોર્ડન, માલી અને સિએરા લિયોન પણ આ યાદીમાં સામેલ છે. જો કે આ યાદીમાં ભારત કયો નંબર છે તેની માહિતી ઉપલબ્ધ નથી.

લેબનોનમાં ગુસ્સો વધવાનું કારણ

લેબનોનમાં ગુસ્સો વધવાનું સૌથી મોટું કારણ હિઝબુલ્લાહનો પ્રભાવ છે. તેની લશ્કરી અને રાજકીય શક્તિએ શાસન પ્રણાલીને નબળી પાડી. ઇઝરાયેલ સાથે વધતા તણાવથી લેબનીઝ લોકોમાં અસલામતી વધી છે. આ કારણે દેશ 2024માં 6.6% આર્થિક ઘટાડાનો સામનો કરી રહ્યો છે. લેબનોન જે એક સમયે મધ્ય પૂર્વનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવાતું હતું, તે હવે રાજકીય અને આર્થિક અસ્થિરતાનું પ્રતીક બની ગયું છે.

આ સમાચાર શેર કરો