VIDEO: સુરેન્દ્રનગરમાં ટ્રેલર ચાલકે જિલ્લા પોલીસ વડાની કારને મારી ટક્કર, સદ્નસીબે જાનહાનિ ટળી
સુરેન્દ્રનગરમાં પૂરઝડપે ટ્રેલર હંકારતા ચાલકો બેફામ બન્યા છે. હવે એક પાઈપ ભરેલા ટ
સુરેન્દ્રનગરમાં પૂરઝડપે ટ્રેલર હંકારતા ચાલકો બેફામ બન્યા છે. હવે એક પાઈપ ભરેલા ટ્રેલર ચાલકે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાની કાર સાથે અકસ્માત સર્જ્યો છે. સર્કિટ હાઉસ નજીક આ ઘટના બની હતી. કારમાં જિલ્લા પોલીસ વડા સવાર હતા પણ કોઈ મોટી જાનહાનિ ન થતા પોલીસ બેડા સહીત સૌ કોઈએ રાહત અનુભવી છે. અકસ્માતમાં પોલીસ વડાની સરકારી કારને નુકસાન થયું છે. આ બનાવમાં બે શખ્સોની અટકાયત કરી ટ્રેલર જપ્ત કરાયું છે.








