મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણના ગુર્જરવાડામાં અનોખા દોરી ગરબા-રાસનું છે ખાસ મહત્ત્વ

નવરાત્રિમાં જ્યારે પાર્ટી પ્લોટ કે કોમર્શીયલ ગરબાનું આગમન થયું નહોતું ત્યા

 નવરાત્રિમાં જ્યારે પાર્ટી પ્લોટ કે કોમર્શીયલ ગરબાનું આગમન થયું નહોતું ત્યારે તે સમયે શેરી ગરબાનું વિશેષ મહત્વ હતું. રાજ્યના કેટલાક શહેરો વિસ્તારોમાં પ્રાચીન ગરબા આજે પણ અકબંધ છે, પાટણ જિલ્લાના ગુર્જરવાડામાં અનોખા દોરી ગરબા-રાસ રમાય છે, તેનું વિશેષ મહત્ત્વ છે.

ગુર્જરવાડામાં પાંચમા નોરતામાં દોરી ગરબા-રાસનું આયોજન

નવરાત્રિ દરમ્યાન પાટણ શહેરના ગુર્જરવાડામાં પાંચમા નોરતામાં દોરી ગરબા-રાસનું આયોજન કરવામાં આવે છે. અહીં વિશેષ ગરબો રમાય છે. જમીનથી 25 ફૂટના અંતરે દોરી બાંધવામાં આવે છે, તેમાં 24 જેટલી દોરીઓ ગુંથી દેવામાં આવી હતી, ત્યાર બાદ એક હાથ માં દોરી અને એક હાથમાં ડાંડિયો લઈ ખૈલયાઓ ગરબે ઘુમે છે.

પરંપરા પેઢીગત જળવાઈ રહે અને કળા જીવંત રહે

 ખેલૈયાઓ દર વર્ષે નવરાત્રિ દરમિયાન અમુક દિવસે દોરી રાસ- ગરબા અચૂક રમે છે, જેથી આ પરંપરા પેઢીગત જળવાઈ રહે અને કળા જીવંત રહે. જોકે નવા ખેલૈયાઓ કે અજાણ્યા લોકો માટે આ ગરબા રમવા અત્યંત કઠિન બને છે.

દોરી ગરબા એ આઠ, બાર કે સોળ કે 24  દોરીના હોય, જે એક ગોળ પાટિયા પર ઘડિયાળના આંકડાની જેમ થોડા થોડા અંતરે બાંધેલ હોય છે પાટિયાની ઉપર મધ્ય ભાગે લોખંડનું કડું લાગેલું હોય, જેને દોરડા વડે મેદાનમાં ઊંચે બાંધવામાં આવે છે. આમ, ગરબાની દોરીઓ નીચેની તરફ ઊતરતી હોય, જેને ખેલૈયાઓ એક હાથે પકડે છે. ખેલૈયાઓ બીજા હાથમાં તાલ આપવા માટે દાંડિયા રાખે છે.

આ સમાચાર શેર કરો