Video: મુન્દ્રામાં શ્રમિકની આત્મહત્યા બાદ ટોળું વિફર્યું, પોલીસ પર પથ્થરમારો કરી ગાડીને આગ ચાંપી
in Mundra, pelted stones at the police and set a vehicle on fire | મુન્દ્રામાં અદાણી કંપનીની એમપીએલ કોલોનીમાં બબાલ થઈ હોવાનો બનાવ બન્યો છે. કોલોનીમાં એક લેબર
મુન્દ્રામાં અદાણી કંપનીની એમપીએલ કોલોનીમાં બબાલ થઈ હોવાનો બનાવ બન્યો છે. કોલોનીમાં એક લેબર આત્મહત્યા કરી લેતા તપાસ કરવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કરી પોલીસ વાહનને આગ ચાંપી દીધી હતી. હાલ તો પોલીસ ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરી છે.
પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા
કચ્છના મુન્દ્રામાં અદાણી કંપનીની એમપીએલ કોલોનીમાં મોડી રાત્રે એક શ્રમિકની આત્મહત્યા બાદ મામલો બિચક્યો હતો. તપાસ અર્થે પહોંચેલી પોલીસ પર ઉશ્કેરાયેલા શ્રમિકોના ટોળાએ હિંસક હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં ટોળાએ પોલીસ વાહનને આગ ચાંપી દેતા ભારે નુકસાન થયું હતું. રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં સર્જાયેલા આ ઘર્ષણને શાંત પાડવા માટે ઘટનાસ્થળે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.







