Video: મોરબીમાં અસામાજિક તત્વો બેફામ, 15 કારના કાચ તોડી નાખતા સ્થાનિકોમાં રોષ
મોરબી શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગત રાત દરમિયાન GIDC મેઈન રોડ, છાત્રાલય રોડ અને મુમનગર
મોરબી શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગત રાત દરમિયાન GIDC મેઈન રોડ, છાત્રાલય રોડ અને મુમનગર જેવા રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરેલી 15 જેટલી કારના અજાણ્યા શખ્સોએ કાચ તોડી નાખતા ભારે નુકસાન થયું છે. ઘર આંગણે પાર્ક કરેલી ગાડીઓ સુરક્ષિત ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ કરી છે.








