Video-સુરતના જ્હાંગીરપુરામાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં જાહેરાત કરતાં જ હથિયારોના થયો ઢગલો
સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી

સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે. પોલીસે કોમ્બિંગ કરવાની નવી રીત અપનાવી છે. કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે. જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જવાના હોય છે. પછી કોઈ કોમ્બિંગ સમયે ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કાંઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરશે.
43 હથિયારો જમા થયા
જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતાં. લાકડાના ફટકા, લોખંડનો સળીયો, રેમ્બો છરી, તલવાર, ચપ્પુ એમ કુલ મળી 43 હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા.ગત રોજ સચિન પોલીસે પણ આજ આ જ પ્રમાણે કામગીરી કરી હતી.






