મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરમાં મુખ્યપ્રધાને પાકોના ટેકાના ભાવે ખરીદી કરાવી શરૂ, મગફળીના ભાવથી ખેડૂતોમાં ઉત્સાહ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતેથી આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતેથી આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 160 સેન્ટરો ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો..હાલમાં ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર મગફળીનું ટેકાનો ભાવ  1356 રૂપિયા ખેડૂતો માટે જાહેર કર્યો છે,  જેને લઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આજે સવારે 10:00 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતે પહોંચ્યા હતા અને કોટન માર્કેટ યાર્ડ ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓ હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા અને કાર્યકરોને સંબોધ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: 'કાર ધીમી ચલાવો..' બસ આટલી બાબતમાં શખ્સ ઉશ્કેરાયો અને MICAના વિદ્યાર્થીની કરી હત્યા

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ 

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે.પરંતુ રાજકોટના જસદણમાં ટેકાના ભાવે ખરીદી શરૂ જ થઈ ન હતી.જસદણના જુના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોએ ધક્કા ખાવા પડ્યા છે. જસદણ પંથકના ખેડૂતો ટેકાના ભાવની ખરીદીની રાહ જોઈ બેઠા હતા પણ પરંતુ ખરીદી શરૂ કરવામાં આવી ન હતી. ટેકાના ભાવે ખરીદી માટે અત્યાર સુધીમાં 3.33 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી

રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી આજથી મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.આજથી 90 દિવસ સુધી 160થી વધુ ખરીદ કેન્દ્રોથી મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે બજારમાં 900થી 100નો ભાવ છે પણ આપડે 1356 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. આથી ભાવ સારો મળી રહેશે.તમને જણાવી દઈએ કે વેચાણ માટે 3 લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાં એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4,00 કિ.ગ્રા એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરાશે

જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે આજથી મગફળીની ખરીદી

રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે આજથી મગફળીની ખરીદી કરવામાં આવશે..જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા છે,રૂપિયા 1356 પ્રતિ મણના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે...જેમાં પહેલા ગ્રેડ ચકાસણી સહિતની પ્રક્રિયા હાથ ધરાશે તેમજ રજિસ્ટ્રેશન કરનાર ખેડૂતોની મગફળીની ખરીદી જ થશે.ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. ૧,૩૫૬ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. 

જૂનાગઢના માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ખરીદી

જૂનાગઢના માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ખરીદીને લઈને મગફળી લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા.આ યાર્ડમાં કુલ 600 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.માંગરોળ યાર્ડમાં 600 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા તો આવશે.પરંતુ ત્યાં સીસીટીવી કેમેરા નથી.ખેડૂતોને પીવાના પાણીની સુવિધા કરાઈ ન હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.

આ સમાચાર શેર કરો