મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : 9 દરવાજા ખોલાયા, નર્મદા ડેમનો અદ્ભૂત નજારો, સીએમ ભુપેન્દ્ર પટેલે કરી મહત્વપૂર્ણ જાહેરાત

Narmada Dam : નર્મદા જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જે

Narmada Dam : નર્મદા જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે સરકાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર દૂર જ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને 1,35,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. તેમજ ડેમના 6 ટર્બાઈન થકી 45 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં કુલ 1,97,351 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

સીએમ ભુપેન્દ્ર પટેલે કરી મહત્વપૂર્ણ જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે.

હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.

આ સમાચાર શેર કરો