મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'પોલીસવાળા ફેરવે છે ભાજપના પૈસા', 'અમારે લાખ રૂપિયા ફેરવવા હોય તો હેરાન થવું પડે'- જગમાલ વાળાના આરોપ

રાજ્યમાં વિવિધ પક્ષોના નેતા સભાઓ સંબોધી રહ્યા છે. વિસાવદરના કાલસારી ગામમાં ઇન્ડિયા ગઠબંધનન

રાજ્યમાં વિવિધ પક્ષોના નેતા સભાઓ સંબોધી રહ્યા છે. વિસાવદરના કાલસારી ગામમાં ઇન્ડિયા ગઠબંધનની સભા યોજાઈ હતી. આ સભામાં આપ પાર્ટીના નેતા જગમાલ વાળાએ જૂનાગઢ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

ઇન્ડિયા ગઠબંધનની સભામાં આપ પાર્ટીના નેતા જગમાલ વાળાએ આક્ષેપ લગાવતા કહ્યું કે અમારે લાખ રૂપિયા ફેરવવા હોય તોય હેરાન થવું પડે છે અને પોલીસવાળાઓ તેમની ગાડીમાં ભાજપના પૈસાની હેર ફેરી કરતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.  

કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકર્તાઓ સભામાં હાજર હતા. સભામાં સિદ્ધાર્થ પટેલ, ઈસુદાન ગઢવી, જગમાલ વાળા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો