VIDEO: પાટણ જિલ્લામાં મુખ્યમંત્રીના આગમન પહેલાં કોંગ્રેસે આકરા પાણી, જો સરકાર સમસ્યા દૂર નહીં કરે તો અમે કરીશું આંદોલન
ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલાં કોંગ્રેસે આ
ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલાં કોંગ્રેસે આકરા પાણીએ જોવા મળ્યું. ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી આદિત્ય ઝૂલાએ ચીમકી આપી છે કે, જો સાંતલપુર અને રાધનપુરની સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો કોંગ્રેસ આંદોલન શરૂ કરશે.
સરકાર માંગ પૂરી નહીં કરે તો અમે આંદોલન કરીશુ
તેમણે મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી .જેમાં સાંતલપુરમાં તાલુકા કચેરીઓ સ્થપાવી, આસપાસના ગામડાઓને વારાહી ટોલટેક્સમાંથી મુક્તિ, ભારતમાલા અને નેશનલ હાઈવેમાં ગેરરીતિ અટકાવવી, તેમજ રાધનપુર નગરપાલિકામાં ગટર અને રોડ વ્યવસ્થા સુધારવાની વાત કરવામા આવી છે.








