મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં વિદ્યાર્થીઓને જીવના જોખમે લઈ જતાં રિક્ષાચાલકો, દફતરની જેમ લટકતી હાલતમાં મળ્યા જોવા 

સુરતમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવા અને લઈ આવવા માટે વાલીઓ દ્વારા રિક્ષા કે વાન બંધાવ

સુરતમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવા અને લઈ આવવા માટે વાલીઓ દ્વારા રિક્ષા કે વાન બંધાવી દેવામાં આવતી હોય છે. જોકે આ રિક્ષા ચાલકો આરટીઓના નિયમોને તો ગોળીને પી ગયા હોય તેવું જોવા મળે છે. સાથે જ નાના બાળકોના જીવને પણ જોખમમાં મુકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ઠાંસી ઠાંસીને બાળકોને ટીંગાડાયા

વરાછા મેઈન રોડ પર જતી રિક્ષામાં ઠાંસી ઠાંસીને બાળકોને ભરી દેવામાં આવ્યા હતા. જેથી અમુક બાળકો રિક્ષામાં ન સમાતા દફતરની જેમ બહાર લટકતા પણ જોવા મળ્યા હતા. ડ્રાઇવરની આસપાસ પણ બાળકોને બેસાડી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

જીવ જોખમમાં મૂકાયા

બાળકોને પશુઓની જેમ ભરીને રિક્ષામાં શાળાએ લઈ જવાતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ આરટીઓ અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બેદરકાર તંત્રના કારણે કોઈ માસૂમનો જીવ જોખમાય ત્યારબાદ તંત્ર પગલાં લેશે કે, કેમ તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો