મુખ્ય સામગ્રી પર જાઓ

Video: હારીજ પાલિકાના હોદ્દેદારોના પતિ LED લાઈટ મુદ્દે બાખડ્યા, ફોન પર કર્યો બેફામ વાણી વિલાસ

પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી ભાજપ પાલિકાઓના સભ્યોમાં અંદરો અંદર વિખવાદ ચરમસીમાએ પહો

પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી ભાજપ પાલિકાઓના સભ્યોમાં અંદરો અંદર વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણ બાદ હવે ભાજપ શાસિત હારીજ પાલિકાના સદસ્યો વચ્ચે તુંતું-મેંમેંની ઓડિયો વાયરલ થતા સ્થાનિક રાજકરણ ગરમાયુ છે. પાલિકાના મહિલા સદસ્યના પતિએ પ્રમુખના પતિ સામે બેફામ વાણી વિલાસ સાથે અપશબ્દો બોલતા હાલ ઓડિયો ક્લિપ વાયરલ થતા પાલિકા લોબીમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પક્ડયું છે.  વોર્ડ-1માં એલઈડી લાઈટ મુદ્દે પાલિકાના મહિલા સદસ્યોના પતિઓ બાખડ્યા હતા. હાલ તો હારીજ પાલિકામાં પતિઓનું રાજ હોવાની ચર્ચાઓ પર વહેતી થઈ છે.  

આ સમાચાર શેર કરો