મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મણિપુરમાં કૂકી પાદરીઓની હત્યાના વિરોધમાં વિશાળ રેલી નીકળી, ગુનેગારોને કડક સજા આપવા માગ

મણિપુરના ચુરાચાંદપુરમાં કૂકી વિમેન ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ દ્વારા એક વિશાળ રેલીનું આય

મણિપુરના ચુરાચાંદપુરમાં કૂકી વિમેન ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી તાજેતરમાં માર્યા ગયેલા કૂકી પાદરીઓ  માટે ન્યાયની માંગ સાથે યોજવામાં આવી હતી. મહિલાઓ અને સ્થાનિક નાગરિકો પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.

રેલી દરમિયાન KWOHRના પ્રમુખ જ્ઞાનેકિમએ જણાવ્યું હતું કે, નિર્દોષ પાદરીઓની હત્યા પાછળ જવાબદાર ગુનેગારોને વહેલી તકે પકડીને કડક સજા કરવામાં આવે અને કૂકી સમુદાયના માનવાધિકારોનું રક્ષણ થાય તે અત્યંત જરૂરી છે. સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો