VIDEO: ઓ બાપ રે...! અંકલેશ્વરમાં ધોધમાર વરસાદના ધસમસતા પાણીમાં ઘોડા તણાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અંકલેશ્વરમાં પણ વરસાદે જમાવટ કરી હતી. અનરાધાર વરસાદના પગલે આમલાખાડી ઓવરફ્લો થતા ઘોડા તણાયા હતા જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે.
વરસાદી પાણીમાં 4 ઘોડા તણાયા
પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકલેશ્વરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને અંકલેશ્વરના પિરામણ ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પરિણામે આમલાખાડીમાં વરસાદી પાણીમાં 4 ઘોડા તણાયા હતા. ધોધમાર વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં નેશનલ હાઇવેથી પીરામણને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જેના પગલે વાહનચાલકો અટવાઈ ગયા હતા.
અગાઉ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ત્યારબાદ કચ્છના ભુજ, નખત્રાણા અબડાસા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી હતી. ત્યારે આણંદના બોરસદમાં મુશળધાર બે કલાકમાં 8 ઈંચ અને 4 કલાકમાં 13 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે.






