મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આ ખૂબ જ દુ:ખદ ઘટના, તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું રાજકોટમાં જ રહીશ- હર્ષ સંઘવી

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે રાજકોટ પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી ગેમિંગ ઝોનની

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે રાજકોટ પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી  ગેમિંગ ઝોનની અંદર જ્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી તે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ દુ:ખદ ઘટના બાદ એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે ગુમ થયેલા વ્યક્તિને શોધવા એ અમારી પ્રાથમિકતા છે.

તેમણે કહ્યું કે SITને તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગેમ ઝોનનું બાંધકામ જેમની જવાબદારી હેઠળ છે, તે તમામ વિભાગોના અધિકારીઓને કલેક્ટર કચેરીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે ઝડપી તપાસ થાય અને તે પૂર્ણ થાય ત્યાં સુધી હું રાજકોટમાં જ રોકાવાનો છું, ઘટનાને લઈને બેઠક કરવામાં આવશે. TRP ગેમ ઝોનના માલિક અને મેનેજરને ઝડપી લેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો