VIDEO: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ, દેડિયાપાડાની ત્રણ નદીઓ બે કાંઠે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. આગામી ત્રણ દિવસ પણ વરસાદની
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. આગામી ત્રણ દિવસ પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યના વલસાડ જિલ્લામાં, ડાંગ જિલ્લામાં, નર્મદા જિલ્લામાં ગોંડલ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વડોદરા સહિત વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું. મધરાત્રીએ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. બે દિવસથી શરૂ થયેલા વરસાદનો આજે ત્રીજો દિવસ હતો.
દેડિયાપાડાની નદીઓ બે કાંઠે
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. દેડિયાપાડા ની ધામણખાડી, તરાવ નદી અને દેવ નદી અને કરજણ નદીમાં ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી થઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં દોઢ ઈંચ વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને ચોટીલામાં દોઢ ઈંચ તો મુળી અને પાટડીમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે, વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકો પર સંકટ ના વાદળો ઘેરાયા છે. તલ, કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભીતી સર્જાઈ છે. લીંબડી, ધ્રાંગધ્રા, વઢવાણ, માંડલ, સરા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
ગોંડલમાં પણ મોડી રાતે વરસાદ વરસ્યો
ગોંડલમાં પણ મોડી રાતે વરસાદ વરસ્યો છે.મોડીરાતે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને રાહત અનુભવી છે..
27 તારીખે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 27મી તારીખે અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગરમાં હવેલી; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.








