VIDEO: ગીર ગઢડામાં ભારે વરસાદ, નગડિયા ગામ થયું સંપર્ક વિહોણું
ગીર ગઢડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ત્યાંથી પસાર થતી શાહી નદીમાં ભારે પૂર આવતા હાલ
ગીર ગઢડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ત્યાંથી પસાર થતી શાહી નદીમાં ભારે પૂર આવતા હાલ નગડિયા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. છેલ્લા 2 કલાકથી ગીર ગઢડા તાલુકાના જંગલ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે.
ઉના અને ગીર ગઢડામાં ભારે વરસાદ
ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં સિઝનનો માત્ર 10થી 12 ઇંચ વરસાદ જ પડ્યો હતો, અને જેને કારણે એક તરફ દુષ્કાળની ભીતિ સેવાય રહી હતી એવામાં ગત રાત્રીના રોજ ગીર ગઢડા પંથકમાં 5 ઈંચ જેચલો વરસાદ વરસ્યો હતો. જ્યારો આજે પણ 4 વાગ્યા બાદ મેઘાએ ફરી મન મુકીને વરસવાનું શરું કરી દીધું.
ગીર ગઢડાના ગામોમાં ફરી વળ્યા પાણી
ભારે વરસાદને કારણે ગીર ગઢડાના ભડિયાદર અને અન્ય ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સિઝનનો સારો એવો વરસાદ વરસી જતા ખેડૂતો હવે ચિંતામુક્ત બની ગયા છે, અને લોકોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે.











