મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લાંબા વિરામ બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ અને બફારો થઈ ગયો હતો. જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હ

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ અને બફારો થઈ ગયો હતો. જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

 પ્રહ્લલાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ. જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદના સરખેજ, પ્રહ્લલાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ. જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદના લીધે એસ.જી હાઇવે સહિત શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. 

શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો અને રોડ પણ પાણી ભરાયા હતા. જેના લીધે સ્કૂલના બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં મ્યુનિ. કર્મચારીઓ ગટરોના ઢાંકણા ખોલી પાણી કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે અખબાર નગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. 

23થી 25 ઑગસ્ટની આગાહી

23મી ઑગસ્ટના દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 24મી ઑગસ્ટે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25મી ઑગસ્ટે મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

26મી ઑગસ્ટની આગાહી

26મી ઑગસ્ટે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભરુચ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો