મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ભારે વરસાદને કારણે સેલવાસમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયું, મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી, જેમાં ગઈકાલના સવારના 8થી

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી, જેમાં ગઈકાલના સવારના 8થી સાંજે 4 વાગ્યા સુધી 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા અને દમણગંગા નદીમાં 91,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વલસાડ, દમણ અને સેલવાસના કલેક્ટરોની વર્ચ્યુઅલ બેઠકમાં તબક્કાવાર પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.

વરસાદને કારણે સેલવાસમાં અનેક સોસાયટીઓમાં પાણીમાં

દમણગંગા નદીના તટ વિસ્તારના દાદરા નગર હવેલી, દમણ અને વલસાડના વાપી તથા ઉમરગામ તાલુકાના ગામોને એલર્ટ કરાયા. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી નજીક ન જવા સૂચના આપવામાં આવી, અને ગામના સરપંચો, તલાટીઓ તથા આગેવાનો નદી પર નજર રાખી રહ્યા છે. નદી કિનારે વસતા લોકોને સતર્ક રહેવા જણાવાયું. વરસાદને કારણે સેલવાસમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયું છે.

આ સમાચાર શેર કરો