મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ,વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

હહવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમ

હહવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી કાળા ડિબંગા વાદળો છવાયેલા હતા. વહેલી સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

ક્યાં ક્યાં થઈ રહી છે મેઘમહેર? 

 શહેરના પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર અને ગ્રામ્યમાં પણ સવારથી વરસાદ વરસ્યો છે.  એસ.જી.હાઈવેના મોટાભાગના વિસ્તારો, જુહાપુરા, સરખેજ, વેજલપુર, મકરબા, વટવા, નારોલ, મણિનગર, પાલડી, નારાણપુરા, શાસ્ત્રીનગર, ઈન્કમટેક્ષ વિસ્તાર, પાંજરાપોળ, નવરંગપુરા  સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. વરસાદને કારણે વિઝીબિલીટ ઘટતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વાહન ચાલકોને તકલીફ વેઠવી પડી

ભારે વરસાદને પગલે વેપાર ધંધે જનારા લોકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર નરોડા સરસપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.

આ સમાચાર શેર કરો