મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO : સુરેન્દ્રનગર ‘ભઠ્ઠી’ની જેમ તપ્યું, ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા તંત્ર દ્વારા ‘હીટવેવ’ની એડવાઈઝરી જાહેર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીની નજીક પહોંચતા કાળઝાળ ગરમી અને હીટવ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીની નજીક પહોંચતા કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે ખાસ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. હીટસ્ટ્રોકની વધતી ઘટનાઓને ધ્યાને રાખીને તંત્રએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પાણી, ઠંડા પીણાં તથા શેરડીના રસનું સેવન કરવા અપીલ કરી છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. જો ગરમીને કારણે તબિયત લથડે અથવા હીટસ્ટ્રોક જેવા લક્ષણો જણાય, તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા તાકીદ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો