મુખ્ય સામગ્રી પર જાઓ

Video: 'જે વડનગરનો ના થયો એ વિશ્વગુરુ થવા ફરે છે', જીગ્નેશ મેવાણીના PM મોદી પર આકરા પ્રહાર

મહેસાણા જિલ્લાના સૂંઢિયા ગામે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય અને

મહેસાણા જિલ્લાના સૂંઢિયા ગામે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મોંઘવારી અને બેકારીથી દેશના નાગરિકો ત્રસ્ત બન્યા છે. 

 ભાજપ સરકારે એકેય ખેડૂતની આવક ડબલ ના કરી

મેવાણીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોઈને કલ્પના હતી કે વડનગરમાંથી આવો જુઠ્ઠો પેદા થશે. વડનગરની માટીમાંથી ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો પેદા થશે, આવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. ભાજપ સરકારે એકેય ખેડૂતની આવક ડબલ ના કરી. SIR ના નાટકને લીધે બે બીએલઓ અને બે શિક્ષકોના મૃત્યુ થયા છે. વડાપ્રધાને આખી દુનિયામાં વિકાસનો ઢંઢેરો પિટ્યો, પણ વડનગરમા તો વિકાસ થયો જ નહિ. જે વડનગરનો ના થયો એ વિશ્વગુરુ થવા ફરે છે. 

આ સમાચાર શેર કરો