VIDEO: રાજકોટ: પોલીસ પુત્રએ ઉધાર રૂપિયા પરત માંગ્યા તો મિત્રએ જ માર્યા છરીના ઘા, CCTVમાં ઘટના કેદ
રાજકોટમાં પોલીસ પુત્ર પર તેના મિત્રોએ જ છરી વડે ઘાતક હુમલો કરવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે પોલિસ હેડ
રાજકોટમાં પોલીસ પુત્ર પર તેના મિત્રોએ જ છરી વડે ઘાતક હુમલો કરવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે પોલિસ હેડ ક્વાર્ટરમાં રહેતા જન્મજય સિંહ જયપાલ સિંહ ઝાલાએ તેના મિત્રને જરૂર હતી તો 1.15 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. મિત્રએ 75 હજાર રૂપિયા બાકી રાખ્યા હતા, જન્મજય સિંહે રૂપિયા પરત માંગતા તેનો મિત્ર આયાન લાંજા અને અન્ય યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા.
છરીના ઘા મારીને ફરાર થઈ ગયા
સામાન્ય બોલાચાલી ઝઘડામાં પરિણામી હતી. અયાન અને અન્ય મિત્રોએ જન્મજય સિંહ સાથે ઝઘડો શરૂ કર્યો ત્યાર બાદ તેને લાતે અને ઢીકે માર માર્યો હતો. આ યુવાને આટલે અટક્યા ન હતા અને છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે જન્મજય સિંહ પર હુમલો કરનાર આયાન લાંજા, યશું દવેરા, શાહરુખ સહિતના શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી.






