મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આપ્યું રાજીનામું, દેશ છોડીને ભાગ્યા

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે, એએફપી સમાચાર એજન્સીએ સોમવારે દેશમાં ઘાતક

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે, એએફપી સમાચાર એજન્સીએ સોમવારે દેશમાં ઘાતક અશાંતિના દિવસો પછી એક વરિષ્ઠ સહાયકને ટાંકીને અહેવાલ આપ્યો હતો. શેખ હસીના તેમના બહેન સાથે ભારત આવ્યા છે. શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષાદળોને આગ્રહ કર્યો કે તે સંભવિત સત્તા પરિવર્તનના પ્રયાસને સફળ ના થવા દે. ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં કરર્ફ્યુ લાગુ છે.

શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું

હિંસા વચ્ચે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ ઢાકા છોડ્યું, વિશેષ આર્મી હેલિકોપ્ટરમાં ભારત આવવા રવાના થયા છે. બાંગ્લાદેશમાં થઈ રહેલા આ વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અનામત સામે શરૂ થયેલો વિરોધ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. રવિવારે થયેલી હિંસામાં મૃત્યુનો આંક 300 ની આસપાસ પહોંચ્યો છે. રસ્તાઓ પર હંગામો મચાવી રહેલા દેખાવકારોને હટાવવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સંસદમાં પ્રદર્શનકારીઓનો કબ્જો

પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. દરમિયાન એવા સમાચાર છે કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે આર્મીના સ્પેશિયલ હેલિકોપ્ટરમાં ભારત આવવા માટે રવાના થયા છે. 

મોટી સંખ્યામાં વિરોધીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNPની ટોચની નેતાગીરી વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે.

બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને, હજારો વિરોધીઓ લાંબા માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશની સ્થિતિ એવી જ બની રહી છે જે થોડા સમય પહેલા પાકિસ્તાનમાં હતી. પાકિસ્તાન જેવા આંતરિક કલહથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશમાં લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું. વિદ્યાર્થી નેતાઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે સવિનય અવજ્ઞા આંદોલનની જાહેરાત કરી છે.

આ સમાચાર શેર કરો