મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં ખોદકામ દરમિયાન હેન્ડ ગેસ ગ્રેનેડ મળતા દોડધામ, તપાસમાં આ ખુલાસો થતા સ્થાનિકોએ અનુભવ્યો હાશકારો

વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ મહેબૂબપુરાના ભાથુજી મહોલ્લા નજીક ખોદકામ દરમિયાન બોમ્બ

વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ મહેબૂબપુરાના ભાથુજી મહોલ્લા નજીક ખોદકામ દરમિયાન બોમ્બ જેવો પદાર્થ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન આ વણ-ફૂટેલો પદાર્થ મળ્યો હતો. પોલીસ તપાસમાં આ પદાર્થ પોલીસનો જ 'હેન્ડ ગેસ ગ્રેનેડ' હોવાનું બહાર આવતાં હાશકારો થયો હતો. 

ગ્રેનેડ ૪૦ વર્ષ કરતાં વધુ જૂનો હોવાથી જોખમ ન હોવાનો દાવો 

વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ મહેબૂબપુરાના ભાથુજી મહોલ્લા નજીક ખોદકામ દરમિયાન બોમ્બ જેવો પદાર્થ મળી આવતાં દોડધામ મચી ગઈ હતી. ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન આ વણ-ફૂટેલો પદાર્થ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસ તપાસમાં આ પદાર્થ પોલીસનો જ 'હેન્ડ ગેસ ગ્રેનેડ' હોવાનું બહાર આવતાં હાશકારો થયો હતો. પોલીસે આ ગ્રેનેડ ૪૦ વર્ષ કરતાં વધુ જૂનો હોવાનો અને તેનાથી કોઈ જોખમ ન હોવાનો દાવો કર્યો છે. જોકે, સ્થાનિક અગ્રણી શીલાબેન ઠાકોરે આ ગ્રેનેડ કોઈ મૂકી ગયું હોવાના આક્ષેપો કર્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો