VIDEO: બોડેલીના હેરણ નદી પર બની રહેલો ગુજરાતનો પ્રથમ રબ્બર ડેમ આવ્યો ચર્ચામાં જાણો શું છે કારણ
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદ

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર બની રહેલો ગુજરાતનો પ્રથમ રબ્બર ડેમ વિલંબને કારણે ચર્ચામાં છે. ૧૦૦ કરોડના ખર્ચે આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર ૨૦૨૪માં આપવામાં આવ્યો હતો, પરંતુ એક વર્ષ બાદ પણ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે.
જૂના ડેમનું કોંક્રિટ પણ હટાવવામાં આવ્યું નથી
મુંબઈની કંપની દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટમાં હજુ સુધી જૂના ડેમનું કોંક્રિટ પણ હટાવવામાં આવ્યું નથી. ૧૮૦ મીટર લાંબા આ ડેમ માટેનું મટીરિયલ કોરિયાથી આવવાનું છે, પરંતુ સ્થળ પર તૈયારીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ૧૨ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે હેતુથી આ રોકાણ કરાયું છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા આ કામ પાંચ વર્ષે પણ પૂર્ણ ન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તંત્રની ઉદાસીનતાને કારણે કરોડોનો પ્રોજેક્ટ લટકી પડ્યો છે.
જાહેરાત








