મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં ઠંડીથી મળશે રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનનો પારો ઉચકાશે

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કડકડતી ઠંડીમાંથી હવ

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કડકડતી ઠંડીમાંથી હવે નાગરિકોને આંશિક રાહત મળવાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ તરફના પવન ફૂંકાવાનું શરૂ થતા જ ઠંડીનું જોર ઘટવા લાગશે.આ ઉપરાંત ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેનાથી લઘુતમ તાપમાન ઊંચકાશે.

જો કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છનું નલિયા 11.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. 

આ સમાચાર શેર કરો