Video: 'ગુજરાતે દેશને ગાંધીજી, સરદાર પટેલ જેવા મહાન નેતા આપ્યા', UP ના CM SoU નિહાળી થયા અભિભૂત
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વ વિખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્ય
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વ વિખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા.
ગુજરાતની ભૂમિને નમન : યોગી
પોતાના સંબોધનમાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરાએ ભગવાન શ્રીકૃષ્ણ, સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક મહાનુભાવો દેશને આપ્યા છે. તેમણે ગુજરાતની ભૂમિને નમન કરી પોતાની બીજી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ પર્વ દરમિયાન ગુજરાત, અરુણાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મેઘાલય રાજ્યના કલાકારો દ્વારા ભવ્ય લોકનૃત્યો અને ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમને મહાનુભાવોએ નિહાળી કલાકારોને બિરદાવ્યા હતા.







