GTU પરીક્ષા વિવાદ: પોરબંદરની સ્વામિનારાયણ કોલેજની બેદરકારી, MBAના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જ ન નીકળી!

અમદાવાદ: GTU)સંલગ્ન પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં અભ્યાસ કરતા MBA સેમે

અમદાવાદ: GTU)સંલગ્ન પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં અભ્યાસ કરતા MBA સેમેસ્ટર-1 ના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે તેમની હોલ ટિકિટ જ જનરેટ ન થઈ હોવાનું સામે આવતા મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે GTUના રજિસ્ટ્રાર કે. એન. ખેરે કોલેજની મનસ્વી કામગીરીને જવાબદાર ઠેરવી છે.

કોલેજની કઈ ભૂલ વિદ્યાર્થીઓને ભારે પડી?

જાહેરાત

રજિસ્ટ્રાર કે. એન. ખેરના જણાવ્યા અનુસાર, કોલેજ દ્વારા એડમિશન પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતા આચરવામાં આવી છે.  સંસ્થાએ ACPC (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ) ના માધ્યમથી એડમિશન આપવાને બદલે પોતાની રીતે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો હતો.  AICTE ના નિયમ મુજબ વિદ્યાર્થીઓના ફોર્મ એપ્રૂવ કરાવી તેના આધારે જનરેટ થતા UAE નંબર યુનિવર્સિટીમાં જમા કરાવવાના હોય છે, જે પ્રક્રિયા કોલેજે કરી જ નથી.

હોલ ટિકિટ કેમ ન આવી?

યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓનો કોઈ અધિકૃત ડેટા પહોંચ્યો ન હોવાથી સિસ્ટમ દ્વારા તેમની હોલ ટિકિટ જનરેટ કરવામાં આવી નહોતી.

હવે આગળ શું?

આ કોલેજ અગાઉ પણ મોડા ફોર્મ ભરવા જેવી બાબતોમાં વિવાદમાં રહી ચૂકી છે. હાલમાં પરીક્ષા શરૂ થઈ ગઈ હોવાથી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી કમિટી સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે. જો વિદ્યાર્થીઓના હિતમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે, તો તેનો તમામ ખર્ચ અને ભારે પેનલ્ટી (દંડ) કોલેજે ભરવી પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત