મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાઈક પર બેસતાની સાથે જ ઢળી પડ્યો GRD જવાન, CCTVમાં કેદ થયું લાઈવ મોત

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીમાં સ્ટ્રોકની સાથે હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીમાં સ્ટ્રોકની સાથે હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બારડોલીના મઢી ગામે એક જીઆરડી જવાનનું ગેરેજની બહાર જ બાઈક પર ઢળી પડતાં મોત નીપજ્યું હતું. મોતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં.

સારવાર પહેલાં જ મોત

મઢી ગામે મુખ્ય હાઈસ્કૂલ નજીક આવેલ ગેરેજ પાસે બાલદા ગામે ટેકરી ફળિયામાં રહેતો યુવક કમલેશ બચુભાઈ ચૌધરી બપોરના સમયે બાઇક રીપેર કરવા ગેરેજ પર લઈને આવ્યો હતો. જ્યાંથી પરત જતી વખતે બાઇક પર બેસતાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્વરિત બાજુમાં ઉભેલા એક ઇસમે તેને પકડી બૂમાબૂમ કરી હતી. જેથી સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. તાત્કાલિક એક તબીબની પણ મદદ લેવાય હતી. પરંતુ સારવાર મળે એ પહેલાં જ મોત થઈ ગયું હતું.  

ચૌધરી સમાજમાં શોકનું મોજું

મૃતક મઢી નજીક આવેલ બાલદા ગામનો રહેવાસી અને જી આર ડી તરીકે નોકરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે. જી આર ડી જવાન અને ચૌધરી સમાજના આશાસ્પદ યુવકનું અવસાન થતાં સમસ્ત બાલદા ગામ તેમજ ચૌધરી સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ સમાચાર શેર કરો