મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અતુલ્યમ મેસમાં રસોઇ બનાવતા દાદી અને 2 વર્ષની પૌત્રી ગુમ

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. અમદાવાદમાં બી.જે.મેડિકલ અતુલ્ય

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. અમદાવાદમાં બી.જે.મેડિકલ અતુલ્યમ મેસમાં ભોજન બનાવતા દાદી અને 2 વર્ષની પૌત્રી કાલથી ગુમ છે. તંત્રને રજૂઆત કરવા છતા તેમની કોઇ ભાળ મળી નથી. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 તેમજ પ્લેન જ્યા ક્રેશ થયું તે મેસમાં ઇન્ટર્ન કેટલાક ડોક્ટરના પણ મોત થયા છે.

મારી મા અને દીકરી હજુ સુધી મળ્યા નથી- મેસમાં રસોઇયા રવિ ઠાકુર

અમદાવાદમાં બી.જે.મેડિકલ યુઝી મેસમાં ભોજન બનાવનારા ઠાકુર રવિએ જણાવ્યુ કે, "બી.જે.મેડિકલના યુઝી મેસમાં હું, મારી મા અને મારી પત્ની અહીં કામ કરીએ છીએ. વિમાન દુર્ઘટના સમયે મારી મા અને મારી બે વર્ષની દીકરી અહીં અંદર રહી ગઇ છે. મારી મા અને મારી દીકરી હજુ સુધી મળી નથી."

આ સમાચાર શેર કરો