મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શામળાજીમાં જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ, દર્શન કરવા ઉમટી લોકોની ભીડ 

આજે જન્માષ્ટમીના આ પવિત્ર દિવસ પર દરેક કૃષ્ણ મંદિરોમાં શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી

આજે જન્માષ્ટમીના આ પવિત્ર દિવસ પર દરેક કૃષ્ણ મંદિરોમાં શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શામળાજીના મંદિરમાં પણ ખૂબ ધામધૂમથી તૈયારીઓ થઈ ગઈ છે. આજે શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. લોકો દૂર દૂરથી ઠાકોરજીના દર્શન કરવા અને આશિર્વાદ લેવા આવી રહ્યા છે. 

શામળિયાને શણગાર્યો સોળે શણગાર

ભગવાન શામળિયાને શણગારથી સજ્જ કરવામાં આવે છે અને તેમને સોનાના આભૂષણો ચઢાવવામાં આવે છે, તેથી તેમને તૈયાર કરીને ભક્તોના દર્શન માટે દ્વાર ખોલવામાં આવે છે. શામળાજી મંદિરમાં ભક્તોએ  શણગાર આરતીનો પણ લ્હાવો લીધો. અહીં, ઠાકોરજીના દર્શન કરવા વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો લાગી છે. 

વિવિધ કાર્યક્રમોનું કરાશે આયોજન

દરેક વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિતે શામળાજી મંદિરમાં ભજન મંડળીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત,108 મટકી ફોડ, લોક ડાયરો સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. જેનો દર્શનાર્થીઓ પણ લાભ ઉઠાવી શકશે.

આ સમાચાર શેર કરો