મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવાના સરકારના દાવાઓનો ફિયાસ્કો, નસવાડીમાં ગોડાઉનની વ્યવસ્થા જ નથી!

છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવાના સરકારના દાવાઓનો ફિય

છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવાના સરકારના દાવાઓનો ફિયાસ્કો થયો છે. પહેલી તારીખથી ખરીદી શરૂ કરવાની જાહેરાત છતાં, નસવાડી પુરવઠા વિભાગ પાસે કોઈ સ્પષ્ટ પરિપત્ર કે ગોડાઉનની વ્યવસ્થા જ નથી.

સરકારે મકાઈનો ટેકાનો ભાવ 2400 રૂપિયા નક્કી કર્યો છે, પરંતુ સરકારી ખરીદી શરૂ ન થતા મજબૂર ખેડૂતો ખુલ્લા બજારમાં 1800 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. આમ, જગતના તાતને ક્વિન્ટલે 600 રૂપિયાનું સીધું નુકસાન થઈ રહ્યું છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, તો બીજી તરફ વહીવટી તંત્રની આળસને કારણે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત