VIDEO : ગાયને ‘રાષ્ટ્રીય પશુ’નો દરજ્જો આપો, રાજસ્થાનમાં ભગવા ધ્વજ સાથે ગૌસેવકોનું શક્તિપ્રદર્શન
રાજસ્થાનના અજમેરમાં આજે મોટી સંખ્યામાં ગૌસેવકો અને સંતો દ્વારા એ
રાજસ્થાનના અજમેરમાં આજે મોટી સંખ્યામાં ગૌસેવકો અને સંતો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ગાયને 'રાષ્ટ્રીય પશુ' રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવાની માંગ કરવાનો હતો. હાથમાં ભગવા ધ્વજ અને પ્લેકાર્ડ્સ સાથે ગૌસેવકોએ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય માર્ચ યોજી હતી. પ્રદર્શનકારીઓએ ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગૌશાળાઓના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવાની અપીલ કરી છે. આ આંદોલનને પગલે પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગૌભક્તોના આક્રોશને જોતા આગામી દિવસોમાં આ માંગ વધુ તેજ બને તેવા એંધાણ છે.




