મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ જાહેર માર્ગ પર વાહન લઈને જતી યુવતીનું કરંટ લાગતા મોત, ખુલ્લા વીજ વાયરોએ લીધો જીવ

રાજકોટમાં જાહેર માર્ગ પર વાહન લઈને જતી યુવતીને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. 2

રાજકોટમાં જાહેર માર્ગ પર વાહન લઈને જતી યુવતીને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. 22 વર્ષીય નિરાલી કાકડિયા નામની યુવતીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.રસ્તામાં ખુલ્લા વીજ વાયારને અડકી જતાં શોટ લાગ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.

GEBની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ

GEBની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે. બે દિવસ પહેલા રાજકોટમાં વરસાદ પડ્યો, ત્યારે આ બનાવ બન્યો હતો.આ ઘટના પર રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ દુ:ખ વ્યક્ત કર્યું અને મહાનગર પાલિકાના લાઈટ વિભાગને ખુલ્લા વીજ વાયર બંધ કરવા સૂચના આપી હતી.

મોતથી પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા

ભોગ બનનાર નિરાલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના મોતથી પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. વરસતા વરસાદમાં વીજ થાંભલા નજીકથી પસાર થતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે તે આ ઘટના પરથી સાબિત થયું છે.  રાજકોટ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે. 

આ સમાચાર શેર કરો