મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ-2 ડેમ છલકાયો

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ-2 ડેમ છલકાયો છે. ડેમ 90% ભરાતા નિશાળ વિસ

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ-2 ડેમ છલકાયો છે. ડેમ 90% ભરાતા નિશાળ વિસ્તાર એલર્ટ પર છે. હાલ ડેમમાં 1128 ક્યુસેક પાણીની આવક છે. આ ઉપરાંત, તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, શેમરવાવ તથા વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા,સોનારીયા સહિત 11 ગામોને પણ એલર્ટ કરાયા છે. ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા ઢોર-ઢાંખર ન લઈ જવા ચેતવણી આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો