મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કામ કરું છું, થોડું ઝેર તો હું પણ પી શકું', ગીર સોમનાથના કલેક્ટરનો પૂર્વ સાંસદને જવાબ

ગીર સોમનાથના જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોડિનારમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના આરોપોનો જ

ગીર સોમનાથના જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોડિનારમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના આરોપોનો જવાબ આપ્યો છે. ભાજપના પૂર્વ સાંસદે ગીર સોમનાથના કલેક્ટર પર ભ્રષ્ટાચારી હોવાનો આરોપ લગાવ્યો હતો તે બાદ કલેક્ટરે પોતાના આગવા અંદાજમાં જવાબ આપ્યો છે.

ગીર સોમનાથના કલેક્ટરે શું કહ્યું?

ગીર સોમનાથના કલેક્ટરે કહ્યું કે, બધા અધિકારીઓ કામ કરે જ છે, કોઇ ના નથી પાડતું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કામ કરૂં છું, થોડું ઝેર તો હું પણ પી શકુ છું... સરકારી કામોમાં ક્યાય પણ અધિકારીઓ અડચણમાં આવે તો મારૂ નામ આપી દેજો.

શું છે વિવાદ?

ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર મોટો આક્ષેપ લગાવ્યો હતો.પૂર્વ સાંસદે કહ્યું હતું કે, આ કલેક્ટર મોટો ભ્રષ્ટાચારી છે.કોડિનાર ભાજપની જાહેરસભામાં પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકીએ ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર નામજોગ આક્ષેપ લગાવ્યા હતા. પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ કલેક્ટરને પડકાર ફેંકતા કહ્યું હતું કે, ‘મારુ જે કોઇપણ ગેરકાયદેસર હોય તે તમારાથી થાય તે કરી લો. હું તમને આજેપણ નહિ અને કાલે પણ નહિ મુકું. હું પ્રજાનો પ્રતિનિધિ છું અને કાયમી રહેવાનો છું.’ આ સાથે જ પૂર્વ સાંસદે કલેક્ટરે સત્તાનો દુરૂપયોગ કરી ન્યારી ડેમ પાસે 20 કરોડનું ફાર્મ હાઉસ બનાવડાવ્યું હોવાનો પણ આરોપ મુક્યો હતો. ગરીબોના મકાનો-ખેતરો દૂર કરી ખુલ્લેઆમ લૂંટ ચલાવી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર શેર કરો