મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પૂર્વ સાંસદ દિનુ સોલંકીના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા પર કરોડોના ભ્રષ્ટાચારના આરોપ, 100 કરોડની મિલકતની તપાસ માટે માંગ

પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત કરવ

પૂર્વ સાંસદ દિનુ સોલંકીના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા પર કરોડોના ભ્રષ્ટાચારના આરોપ, 100 કરોડની મિલકતની તપાસ માટે માંગ

પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા વિરૂદ્ધ આ રજૂઆત કરવામાં આવી છે. દિનુભાઈ સોલંકી પત્રકાર પરિષદ યોજી જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના કલેકટર રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ ધરાવે છે જેમાં નિયમની વિરૂદ્ધ બાંધકામ કર્યું છે. દિગ્વિજય સિંહ જાડેજા અને તેના પરિવાર પાસે 100 કરોડની મિલકત છે જેની તપાસ થવી જોઈ.

વધુમાં દિનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, હું વિજિલન્સ, ACB અને CBI જેવી ઉચ્ચ તપાસ એજન્સીને આ મામલે ફરિયાદ કરીશ. આ મુદ્દે મે સરકારમાં પણ ધ્યાન દોર્યું છે. કલેકટર જ્યારથી નોકરી ઉપર લાગ્યા ત્યારથી અત્યાર સુધીની તપાસ થવી જોઈએ. આ અધિકારીએ જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં ત્યાંથી લોકોના મને ભ્રષ્ટાચાર અંગેના ફોન આવી રહ્યા છે. ગરીબ લોકોના ઘર તોડ્યા જેના કારણે અમે આવ્યા છીએ. અમે ઇતિહાસમાં મહંમદ ગજનીને સાંભળ્યો હતો, પરંતુ આ લાઇસન્સ વાળો લૂંટારો છે.

ગીરસોમનાથ જીલ્લા કોગ્રેસ પ્રમુખ પણ ઉતર્યા મેદાને

ગીર સોમનાથ જીલ્લામા ટોક ઓફ ધ ટાઉન બનેલ કિસ્સો હાલમા પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકી અને જીલ્લા કલેક્ટર વચ્ચેનો છે. કોડીનાર નગરપાલીકાની 28માંથી 28 બેઠકો ભાજપે જીત્યા બાદ કોડીનારમાં યોજાયેલ જાહેરસભામાં, દિનુભાઇ સોલંકીએ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર નામજોગ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

જેમાં તેમણે જીલ્લા કલેક્ટર અને શકિતસિહ ગોહેલ વચ્ચે સાંઠગાંઠ છે તેવો આક્ષેપ જાહેરમાં કર્યો હતો, ત્યારે આજરોજ ગીરસોમનાથ જીલ્લા કોગ્રેસ પ્રમુખ કરશન બારડે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો. તેમજ તેમણે જાહેરસભામાં કોંગેસ નેતા શક્તિસિંહ પરના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા.  અને કહ્યું હતું કે દીનું સોલંકી અને કલેકટરને વ્યક્તિગત વાંધો જિલ્લામાં લઇ આવ્યા છે.

આ સમાચાર શેર કરો